Monday 23 September 2013

સમય ની રમત!

કોલેજ  બસ માં બેઠા ઠંડી હવા ખાતા, એક વિચાર આયો મન માં ક આ સમય કદી પાછો નઈ આવે. સમય બહારી માં લાગેલા પાણી ના ટીપા જેવો છે જે ધીરે ધીરે નીચે આવતો જાય છે અને  પછી એકજ પળ માં પસાર થાય જાય છે. એજ ઠંડી હવા ખાતા હું અને મારો ખાસ મિત્ર બહારી ની બહાર જોતા હતા. આમ તો અમારી પાસે વાતો ઓછી ના પડે પણ આજે બસ એક શાંતિ હતી. અમારા બેવ ના ચેહરા કઈ દેતા તા કે મન માં બસ એક દુખ હતું. આમ બસ સમય ને એક બોટલ માં બંધ કરી દેવા ની ઈચ્છા હતી. ઠંડી હવા જયારે વેહતા વેહતા અમારા વાળ ને અડી ત્યારે અચાનક એમ થયું કેહ આ હવા અમને ભૂતકાળ માં લઇ જાય છે. એ ભૂતકાળ અમારું પ્રથમ વર્ષ હતું. એજ પ્રથમ વર્ષ જેમાં જયારે પરીક્ષા નો ના કઈ ડર હતો અને નઈ ભવિષ્ય ની ચિંતા હતી. જયારે એક નાના બાળક જેવો હસમુખ ચેહરો હતો. આ 4 વર્ષ પસાર કરતા કરતા અને દુનિયાદારી સીખતા સીખતા એ હસમુખ ચેહરો ક્યાં ખોવાઈ ગયો એ ખબર ન હતી. મારા અને મારા મિત્ર શૈલ વચે ની શાંતિ આ વાર્તા વ્યક્ત કરતી હતી કે આ 4 વર્ષ માં જેટલી પણ સારી કે ખરાબ ઘટના ઘટી એનું દુખ ન હતું પણ મન માં એક આસ હતી કે ક્યાંક ખૂબ વર્ષો પછી એવાજ ગાંડા વેળા, ગીતો ગાવાની મજા, છુથ થી હસવાનું, અમૂક ગીતો પર રડવાનું અને બધા સાથે ખુલ્લા મન અને સ્વાર્થ વગર વાત કરવાની બસ એક તક મળે. મન અમારું કહે છે કે મળશે પણ મગજ જાણે છે કે મન નું કામ તોહ માણસ ના જીવન માં ખાલી આસ રાખવાનું કામ કરે છે જે થી માણસ નું જીવન સરળ થાય. બાકી જો માણસ મગજ થી જીવનું ચાલુ કરી દે તોહ માણસ  અને મશીન વચે ફરક શું? આ વાતો વિચારતા વિચારતા કોલેજ ના ગેટ પર પોહોચી ગયા પણ હજુ એ એક બીજા ને અમે કઈ કીધું ની પણ એક વાર ખાલી એક બીજા ને જોયું. જેમાં બેવ ની આંખો એકજ વાત વ્યક્ત કરતી તી કે આ 4 વર્ષ માં બૌ મિત્રો બનાયા અને બૌ ખોયા પણ આપડે એક બીજા ના જીવન થી ક્યારેય નઈ જાયે કારણ કે જીવન માં બૌ ઓછા મિત્રો મળે જેની સામે તમે પોતે જે છો એ બની શકો. બસ આજ યાદી છે જે રહી જશે પણ જીવન તોહ સમય જેવું છે જે હાથ માં પકડેલી રેતી ની જેમ પસાર થઇ જશે!